Site Visitor
બાંધકામ ચાલતું હોય ત્યારે એન્જિનિયર લેવલે - સતત અમારી દેખરેખ હેઠળની ફી 1,00,000 છે.
આ ફીમાં મકાન કે સાઇટની ડિઝાઇન નવા અપડેટ પ્રમાણે જ બનાવી દેવી. સારો લેબર સ્ટાફ મૂકવો. લીધેલ પથ્થર કેવા છે, રેતી કેવી છે, કાંકરી કેવી છે તેમજ construction નું બધું જ મટીરીયલ કેવું છે તે ચેક કરવું. કારીગર પાસે કોલમનું, બિંબનુ, સ્લેપનુ લોખંડ કેવી રીતે બંધાવુ. કવરિંગ કેવી રીતે મૂકાવુ. ભરાઈ વખતે મિલર દ્વારા જ મિલરમાં માલ એન્જિનિયર માપ પ્રમાણે જ કેટલો નખાવડાવો. વધારાનું રેસા, કેમિકલ કેટલું મિક્સ કરાવું. વાઇબ્રેટર જ ફરજિયાત મરાવડાવું. ચણતર દોરી લેવલે ઓડિમ્ભે કરાવડાવવું. ચણતરનો માલ એન્જિનિયર માપ પ્રમાણે નખાવો. ડબલ ખાપ મરાવી. પાણી પવાડવાની દેખરેખ. સમય પ્રમાણે ભવિષ્યને ધ્યાનમાં રાખી અંડરગ્રાઉંડ ઇલેક્ટ્રીકની કઈ-કઈ બધી જ પાઈપ લાઈનો મુકાવી અને એ બધી પાઇપલાઇનો કેવી રીતે ગોઠવડાવી. પ્લાસ્ટરનો માલ એન્જિનિયર માપ પ્રમાણે નાખવો. રેસા અને કેમિકલ નાખાડવાવું. ડબલ ખાપ મરાવી. ઠંયા મારી પટ્ટી લેવલે પ્લાસ્ટર કરાવડાવું. પાણી કેટલીવાર પવાડવાવું. દરેક રૂમમાં એસીના, દરેક બાથરૂમમાં, કિચનમાં, ચોકડીમાં કવરિંગ પાઇપના દિવાલમાં હોલ પડાવડાવા. લાદી ફીટીંગ માટે કેમિકલ નુ મિશ્રણ મશીનથી જ કેવું કરાવડાવું. લાદીમા માલ પત્રેથી જ ખેચાવડાવી, લાદી ચોંટાડ્વા સમયે લાદીની બધી સાઈડ નાના પત્રેથી જ ફુલ દબાવીને જ વાટા ભરવડાવા. લાદીમાં ગૃહના સાંધા સાચી ધારે મેળાવડાવા. લાદીમાં હોઠા ના પડે એ ધ્યાન. લાદી પટ્ટી લેવલે કરાવડાવી. બીજે દિવસે એક એક લાદીમાં હાથથી ટકોરો મારી ચેક કરાવડાવું કે કોઈ લાદી બોદીતો નથી ને. બોદી હોય તો કઢાવડાવી. ભવિષ્યમાં ક્યારેય પણ અંદર ભેજ ના આવે એ માટે પાણીની પાઇપ લાઈનનું બધે જ બહાર ફિટિંગ નવા અપડેટ પ્રમાણે કરાવડાવું. દિવાલમાં અસ્તર, પુટ્ટી, કલર કેવી રીતે કરાવડાવુ, ફર્નિચરમાં પ્લાયવુડ કેવુ વપરાવડાવું. વાયરીંગ ફિટિંગ સારી રીતે કરાવડાવું. - આવું ઘણું બધું એન્જિનિયર લેવલે અમારી દેખરેખ હેઠળ પ્રોપર કામ કરવાનું હોય છે.
ક્વોલિટી કા માર્ટ દ્વારા, ક્વોલિટી કન્ટ્રક્શન લાઈનમાં - કન્સ્ટ્રક્શન ને લગતી ઘણી ક્વોલિટી વસ્તુઓ જ વેચવામાં આવે છે. ક્વોલિટી કા માર્ટ હોવાથી પૈસા દેતા પણ બીજી સામાન્ય વસ્તુઓ અમારી પાસેથી મળશે જ નહીં.
આજકાલના કારીગરો પોતાને સહેલું પડે એવી રીતે ફટાફટ વહેલું કામ પૂરું કરી બીજી નવી સાઇટ પકડવાનો ટાર્ગેટ રાખતા હોય છે. જેથી કામ આપણું બગડતું હોય છે. અને પોતાનું મકાન બનાવનારા ઘણા માલીકોને કન્સ્ટ્રકશન લાઈનમાં નોલેજ હોતું જ નથી.
માટે જેને સારૂ પેલાના રજવાડા જેવું મજબૂત અને જવાબદારીવાળું બાંધકામ કરાવડાવુ હોય તે વિઝીટર તરીકે અમારી પસંદગી કરી અમને વિઝીટરનું કામ આપે. તમારા મકાનની સંપૂર્ણ જવાબદારી અમારી.
નોટ: અમને કામ આપ્યા પછી કન્સ્ટ્રક્શન લાઈનની દરેક ક્વોલિટી વસ્તુઓ અમે કહીએ એ જ વાપરવાની હોય છે. બધી જ કન્ટ્રક્શન લાઈનની ક્વોલિટી વસ્તુઓ અમે તો વેચીએ જ છીએ. અમારી પાસેથી નહીં તો બીજેથી જ લો પણ, અમે જે કહીએ તે જ ક્વોલિટી વસ્તુઓ વાપરવી પડે. બધી સાઈઝો પણ અમે જે કહીએ એ જ કરવી પડે. તો જ અમે કામ હાથ પર લઈએ છીએ. કારણ કે, Quality Construction Line Swaminarayan ફકત પૈસાથી જ મતલબ નહીં પણ ગ્રાહકોને બાંધકામ લાઈનમાં A to Z ક્વોલિટી બાંધકામ આજીવન જવાબદારી - ગેરંટી સાથે પૂરું કરી આપે છે.
સંપર્ક
Mr.Dhaval
8347383945
=> 06/11/2025 to 06/11/2025